Uncategorized

જીવન હે અગર ઝેર તો પીના હી પડેગા

મનુભાઈ ની મોડાસા ની તેલની મિલમાં ભાગીદારી હતી એટલે પોતાના ચાર બાળકોના પરિવાર સાથે મોડાસામાં જરહેતા હતા.બાળકોના કોલેજના ભણતર માટે તેમણે અમદાવાદ રેહવાનુ નકકી  કર્યું.મનુભાઈ ના પત્ની અને હીરાભાઈ દૂરના ભાઈબહેન થતાં તેથી હીરાભાઈ  ની જ પંચશીલ સોસાયટી માં નવો બંગલો લઈ તે અમદાવાદ  રહેવા આવ્યા .  હીરાભાઈ અને તેમના પત્ની પરગજૂ  એટલે વિચક્ષણ મનુભાઈએ તેમની પડોશમાં રહેવાનું પસંદ કર્યું.મનુભાઈ પૈસે ટકે સુખી ને શોખીન અને ધંધા માં પણ ઘણા સાહસિક,તેમના બાળકો પણ તેમના જેવાજ હોંશિયાર.મનુભાઈ નો પરિવાર ખુબ આનંદ થી જીવતો ,રોજ બધા સાથે બેસીને પત્તા  રમે ,સરલા સૌથી મોટી દીકરી તે બહુજ સુંદર ગાતી અને સંગીતમાં વિશારદ થયેલ એટલે સાંજે જમીને રોજ એમના ત્યાં સંગીત ની મહેફિલ જામતી. દર રવિવારે પણ તેમના પરિવાર સાથે મનુભાઈ પિક્ચર જોવા અને હોટેલમાં જમવા જતાં ,આમ આખો પરિવાર આનંદ કરતો.એવામાં તેમની બાજુના બંગલામાં સુનિલ શર્મા નામનો યુવાન ભાડે રહેવા આવ્યો.તે એકલોજ હતો અને ongc માં તેને નોકરી મળી   તેથી બિહાર છોડીને અમદાવાદ આવેલ .સાંજે કામ પરથી પાંછાફરીને સુનિલ બાજુ ના બંગલામાં બધા ને આનંદ કરતા પોતાની અગાશીમાં ઊભો ઊભો  જોતો હતો અને એક દિવસ મનુભાઈ ની નજર અગાશીમાં ઉભેલ સુનિલ પર પડી તેમને તેને ઈશારો કરી પોતાના ઘેરે આવવા  કીધું.સુનિલ પણ એકલોજ હતો તે તો તરત જ પહોંચી ગયો.ધીરે ધીરે સુનિલ પણ મનુભાઈ ની કુટુંબની સંગીત અને પત્તાં ની મહેફિલ માં ભાગ લેતો થઈગયો….

સરલા નવગુજરાત કોલેજમાં ભણતી એટલે સવારે બસ માં તેની સહેલીઓ સાથે જતી.સુનિલ તેની બાઈક લઇ ને જોબ પર જતો  હોય ત્યારે બસસ્ટોપ પર ઉભેલ સરલા  સાથે સ્મિત ની આપ  લે થતી.સુનિલ ને સરલા નુંમનમોહક સ્મિત ખૂબ ગમતું.સરલા ના અવાજમાં ગવાયેલ શાસ્ત્રીય અને પિકચરના સરસ ગીતો

સુનીલના દિલ ને દિમાગને અનોખી આહ્લાદક લાગણીઓ થી ભરી દેતા…………..

સાથે સાથે રાતના  દસવાગ્યાની મનુભાઈ સાથેની અને સરલાના હાથની બનાવેલ મસાલા ને આદુ-ફુદીનાવાળી ચા ની પણ જાણે તેને આદત પડી ગઈ હતી.અને એક દિવસ સરલાએ નવા જ આવેલા પિક્ચર નું ગીત ‘

           “જબ દીપ જલે આના જબ શામ ઢલે  આના ,સંકેત મિલનકા ભૂલ ન  જાના મેરા પ્યાર ન બિસરાના”

                    ગાયું તે આખી રાત સુનિલ સૂઈ  ન શક્યો .તેનું યુવાન દિલ સરલા  માટે જોર થી ધડકવા લાગ્યું .યુવાનીના ઊંબરે  પહોંચેલ યૌવન ,મીઠો સહવાસ પછી લાગણીના બંધ ન તુટે તો જ નવાઈ !!!પત્તાં  વહેંચતા વહેંચતા થતો અણધાર્યો સ્પર્શ પણ સરલા આખી રાત સ્મરતી અને પ્રેમના આસ્વાદ ને ચગળતી….

સરલા આજે બસ માંથી ઉતરીને કોલેજ તરફ જઈ રહી હતી ને  સામે ના ઝાડ નીચે તેણે  સુનિલ ને બાઈક લઈને ઉભેલો જોયો, અને તેના શરીરમાં એક આનંદ ની લહેર પ્રસરી ગઈ.તે સુનિલ પાસે જઈને એકીટસે  પ્યારભરી નજરે તેને જોઈ રહી.જાણે તેને મનભરી જોઈ ને તેની છબી હૃદય માં ન ઉતારવી હોય!!!!સુનિલે પણ ઇશારાથી જ તેને બાઈક પર પોતાની પાછળ બેસવાનું કીધું અને બાઈક ગાંધીનગર ના હાઇવે તરફ પવન વેગે દોડવા લાગી .સરલાએ દોડતી બાઈક પર મૉટે અવાજે કીધું “આજે મરવાનો ઈરાદો છે કે શું?” સુનિલે કીધું  “તું   સાથે હોય તો મને મોત પણ મંજુર  છે !”   આ સાથેજ સરલા એ સુનિલ ને પોતાની બાહુપાશમાં સમાવી   દીધો .સરલા નું મન આજે – આજ મેં ઉપર આસ્મા નીચે   અનુભવી રહ્યું હતુ!!!!ગાંધીનગરના ડીઅર પાર્ક ના એક ઝાડ નીચે  બાઈક પાર્ક કરી બંને જણ બેઠા,વરસાદી મોસમ ની ઠંડી હવાની લહેર પણ જાણે તેમના પ્રેમ ની આગ ને હવા આપતી હતી.કલાકો સુધી આંખોમાં આંખો ને હાથમાં હાથ નાખી ને અનોખા પ્રેમ ના અહેસાસ ને માણતા રહ્યા ત્યારબાદ   તેમની મુલાકાતો થતી રહી ,સરલાને નોટ ઉતારી આપવાને બહાને સુનીલ સરલાની નોટ લઇ જતો જેમાં સરલા  મનભરી પોતાના આખા દિવસની પળેપળ ની સુનિલ માટે અનુભવેલી સંવેદના ઠાલવતી અને સુનિલ રાતભર તેને વાંચતો રહેતો અને પોતાના પ્રેમની અનુભતિનો વળતો જવાબ લખતો   રહેતો પ્રેમ રસ માં તરબતર સરલા સ્વર્ગનાં  સુખ નો અનુભવ કરી     રહી હતી………

પાણીની જેમ દિવસો પસાર થતાં હતા એવામાં મનુભાઈ ની તબિયત બગડી ,તાવ ઉતરવાનું  નામજ ન લે,રિપોર્ટ આવ્યો તો છેલ્લા સ્ટેજ નું  ફેફસાં નું કેન્સર,ડોક્ટર કહે વધુમાં વધુ ત્રણ મહિના,આખા ઘર પર જાણે વીજળી પડી.ઘરમાં રડારોળ મચી ગઈ ,બધાના  દિમાગ કામ કરતા બંધ થઈ ગયા.ત્યાં હીરાભાઈ અને સુરજબેન ને મનુભાઇના સમાચાર મળતાજ ખબર કાઢવા દોડી આવ્યા .મનુભાઈએ પોતાના દીકરા નાના હોવાથી ધંધાનો ને પૈસાનો વહીવટ હીરાભાઈ ને સોંપવાનુંનકકી કર્યું .સાથે  સાથે સારો છોકરો જોઈ સરલાને પણ પોતાની હાજરીમાંજ પરણાવવાની ઈચ્છા દર્શાવ ી .મનુભાઈ ની ઈચ્છા તો સંગીતમાં વહાલસોયી દીકરી ને ખુબ આગળ વધારવાની હતી પણ અભણ માં કહેતી દીકરી ને મોઢે ચડાવી છે તે સાસરે કઈ સાસુ વાજા (હારમોનિયમ ) નહિ વગાડવા દે.ત્યારે બાપ દીકરી માની  વાત હસી નાંખતા,અને મનુભાઈ કહેતા મારે મારી દીકરીને સાસરે મોકલવાની ક્યાં ઉતાવળ છે….પરંતુ કુદરત ને તે મંજૂર  નહોતુ….

સરલા માટે છોકરાઓ જોવા માંડ્યા    અને એક દિવસ રંગીલા પોળ નો હેમંત બધાને ગમી ગયો .મનુભાઈ ની તબિયત બગડતી જતી હતી એટલે સરલા ના ઘડિયા લગ્ન લેવાયા.સરલા ના નાના ભાઈબહેન અને મરણ ના આરે આવીને બેસેલ પિતા…..તે તો સાવ  સહેમીને ચુપચાપ બેસી ને પરિસ્થિતિનો સામનો હૃદય પર પથ્થર મૂકીને કરી રહી હતી.સુનિલ  સાથેની છેલ્લી મુલાકાત માં બંને કલાકો સુધી રડતા રહ્યાં  પણ કોઈ રસ્તો જ નહતો .આમ પણ સિત્તેરના એ દાયકામાં સામાન્ય પરિસ્થિતિમાં પણ એક મઘ્યમ વર્ગની પટેલ ની છોકરી નું બિહારીબાબુ સાથે લગ્ન અશક્ય જ હતું,!!!!!પણ પ્રેમ કંઈ પૂછી ને થોડો થાય છે?સુનિલ તો સરલાના લગ્ન ની તારીખ આવતા પહેલાજ બદલી કરાવી અમૃતસર જતો રહ્યો ….ભારે હૈયે સરલા  પણ હેમંત ને પરણી ગ ગઈ.હેમંત દેખાવડો અને ભણેલો છોકરો હતો એની બેંકમાં જોબ હતી,પણ માનસિક રોગી હતો .તેને વારસામાં ડિપ્રેશન મળેલ હતું ,તે ક્યારેક અચાનક જ ખુબ ગુસ્સે થઇ જતો અને તેનોચહેરો ભયાનક અને આંખો લાલ લાલ થી જતી.તેના મૂડ ના ફેરફાર કોઈ સમજી ન શકતું.સરલાના કાકા મામા ના ભાઈઓ સાથે પણ તે સરલાને મળવાની મનાઈ કરતો.સરલા નું કોઈ ની સાથે નું હસવું બોલવું તેને પસંદ નહોતું .પિતાની તબિયત જોવા પણ સરલા  જાય તો બેંક નું કામ છોડી એની પાછળ સંતાઈ ને પીછો કરતો અને હોસ્પિટલની રૂમમાં જાય પછી પાછો ફરતો .સરલા ને એકવાર એની કોઈ સહેલી ના લગ્ન માં જવાનું હતું હેમંતે કોઈ કારણવગર સરલાને જવાની ના પાડી અને સરલા ગઈ તો એણે સરલા પાછી આવી તો પોતાની હાથની નસ કાપવા માડી!!!આવા ડિપ્રેસ અને શંકાશીલ માનસિક રોગી સાથે રહેવું ખુબ મુશ્કેલ હતું પણ સરલા તેની વાત કહે તો પણ કોને કહે?ભાઈબહેન તેનાથી ખુબ નાના હતા,માતા અભણ અનેસરલાની વાત સમજી શકે તેમ ન હતી અને કાબેલ પિતા મરણ પથારીએ હતા.એ જમાનામાં લોકો શારીરિક રોગો સમજતાં  પણ માનસિક રોગ ની દવા કે જાણકારી આમ જનતાને હતી જ નહીં .આમ કરતા કરતા સરલાના જીવનનનો કારમો દિવસ આવી ગયો અને મનુભાઈ સ્વર્ગે સિધાવ્યા.વ્હાલા પિતા ના મરણ  નો આઘાત તેના માટે જીરવી શકાય તેમ ન હતો તેમાં દુઃખદ પરિસ્થિતિ માં હેમંત ના મગજ માં જે કેમિકલ રિએક્શન થતા તેનાથી, તેનું જે બેહુદુ વર્તન તે કરતો તે જોઈ સરલા સાવ  હતપ્રભ થઇ જતી.પોતાની એકાએક બદલાયી ગયેલ ઝીંદગી માં તેનો એક જ સહારો સંગીત હતો.

સરલા પોતાના દુઃખ ભર્યા દિવસો સાસરામાં વિતાવી રહી હતી ને એક દિવસ સવારની રસોઈ હજુ શરુ કરી રહી હતી ને તેનો રૂમ ત્રીજામાળ પર હતો અને ઉપર થી બચાવો બચાવો ની બૂમો સંભળાઈ, બધા ઉપર પહોંચ્યા ત્યાંતો હેમંત ઇલેક્ટ્રિક શોક લઇ આપઘાત કરી ચુક્યો હતો.તેનુ નિર્જીવ શરીર કોકડું થઈને પડ્યું હતું !સરલા હેમંતના આવા મૃતદેહ ને જોઈ  ને ચીસો પાડી રડવા લાગી.તેનુ મગજ બહેર મારી ગયું .ભાન

ગુમાવીને તે જમીન પર ફસડાઈ પડી…….

અમદાવાદ ના શાહપુરની રંગીલા પોળ માં આજે મોતનું માતમ છવાયેલ હતું। સરલાના પતિએ લગ્નના પાંચ મહિનામાં જ આપઘાત કર્યો હતો.મરૂન કિનારીવાળા કાળા  સાડલા પહેરીને ,મોં નદેખાય તેટલી લાજ કાઢીને ,પચાસ સાઈઠ સ્ત્રીઓનું ટોળું છાતીઓ  ફૂટતું ,ફૂટતું  જોર જોર થી મરશિયા ગાતું હતું

      હાય ! હાય !હાય અભાગણ  વહુ લાવીને !હાય પસ્તાઈ !હાય !મારા વીરાને !દેવનાંદીધેલને હાય !ભરખી ગઈ !”

એક સ્ત્રી મોટેથી આમ ગાઈને રડતી હતી અને બાકીની બધી  સાદ પુરાવવા સાથે સાથે હાય !હાય ! કરી છાતી  ફૂટતી  હતી.સરલા પાંચ ફૂટ ની ,દુબળી ,શ્યામળી છોકરીને -જે પોતાના પતિ ના આપઘાતના આઘાત થી હેબતાઈ ગઈ છે તેને  આ બૈરાં નું ટોળું વચ્ચોવચ ઉભી રાખી ને ગડદાપાટું કરતાં કરતાં ,હેમંતના મોતનું કારણ સમજતા ,મરશિયામાં ગાળો ભાંડી ,કચડી રહ્યા હતા.સરલા  હૈયાફાટ રુદન કરી રહી હતી.જોરથી ચીસો પાડી બે હાથ જોડી આજીજી કરીને કહી રહી હતી મને છોડો મને છોડો મને  કાંઈ  ખબર નથી.એના લાંબા વાળના ચોટલાને પકડી કોઈ સ્ત્રી જોર થી ખેંચી રહી હતી.

ત્યાં જ તેના પિયર પક્ષ ના બૈરાનું ટોળું મરશિયા ગાતું પેલા ટોળા ની નજીક આવી છાતીઓ કૂટવા લાગ્યું.

” મોંઘા મૂલનાં  હાય ! જમાઈરાજ !સરલા બેની ને નોંધારી  છોડીને !હાય હાય !જતાં  તમારો જીવ કેમ ચાલ્યો ! હાય !હાય !

સ્ત્રીઓની પાછળ પુરૂષોનું ટોળું પણ સફેદ ઝભ્ભા ,લેંઘા અને ધોતિયા સાથે ઉદાસ ચહેરે પ્રવેશ્યું ,હીરાભાઈ ની નજર એકદમ જોર જોરથી કરગરતી અને હૈયાફાટ રુદન કરતી સરલા  પર પડી.આમ તો છાતી સુધી માથે ઓઢેલ કોઈ સ્ત્રી ઓળખાય તેમ નહતું,પણ હીરાભાઈ ભાણી સરલા નો અવાજ ઓળખી ગયાં .

હીરાભાઈ બૈરાનું વર્તન જોઈ વેદના સહિતના  ગુસ્સાથી ચિત્કારી ઊઠ્યાં,આંખમાં અશ્રુધારા સાથે એમણે જોરથી હાકોટો કર્યો “છોડો એને ,ખસી જાઓ બધા બહેનો “

તેમનો ગુસ્સાવાળો અવાજ સાંભળીને ત્યાં ઉભેલી બધી સ્ત્રીઓ સ્તબ્ધ થઇ ગઈ !!!તે  સરલા ને ટોળાં માંથી ખેંચીને બહાર લાવ્યા,જોરથી પોતાની પત્ની સુરજ ને બોલાવી  “કયાં છે સુરજ?આને લઈને અહીંથી ઘર ભેગી થઇ જા….આ બિચારી નાની છોકરી ને બૈરાં અધમૂઈ કરી નાંખશે …..એમાં આ બિચારી નો શું દોષ છે?”સુરજ ્ દોડતી આવીને સરલા ને છાતી  સરસી ચાંપી,એકબીજા નેભેટીને બંને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા .હીરાભાઈ એ એકભાઈને રીક્ષા બોલાવી લાવવાનું કહયુ,રીક્ષા આવતાંજ  સુરજ સરલાને પોતાના બાહુપાશમાં લઈને જ રિક્ષામાં બેસાડીને પોતાના ઘેર લઇ ગઈ,તેને સાંત્વના આપતા કીધું હજુ તારા મામા ને મામી બેઠા છે દીકરી તું જરાપણ ચિંતા કરીશ નહી,ભગવાન સૌ સારા વાના કરશે.

હીરાભાઈ ની સમાજ માં આગવી પ્રતિષ્ઠા અને વગદાર મોભાવાળો માણસ એટલે તેમની સામે કોઈની બોલવાની હિંમત નહીં.આમ પણ તે સમાજ ની નિઃસ્વાર્થ સેવા કરતા અને સત્ય ના જ પક્ષ માં રહેતાં .આજે પણ જમાઈ ના આપઘાત ના સમાચાર મળતા જ તે કોઈ ની રાહ જોયા વગર પહેલાજ આવી ગયા। શબ ને ઘરના અંગત લોકો ને મોકલી ને અગ્નિદાહ વેળાસર કરાવી દીધો જેથી પોલિસની  ભાંજગડમાં પડવું નપડે.લોકો ના ત્રાસ થી બચાવવા હીરાભાઈ ને સુરજબેને સરલાને પોતાના ઘેર જ રાખી,રોજ સુરજબેન તેની સાથે બેસીને ગીતા વાંચતા અને જીવન નો સાચો અર્થ સમજાવતા  અને હિંમત આપતા.બીજા મહિને હીરાભાઈએ તેને બીએડ નું ફોર્મ ભરાવી કોલેજ અને સાથે સાથે સંગીતમાં પણ પોસ્ટ ગ્ેજયૂએશન કરવાનું ચાલુ કરાવ્યું .સરલા પોતાના હાર્મોનિયમ પર ગીત વગાડી રહી હતી

            દુનિયામેં હમ આયે હૈ તો જીના હી પડેગા ,જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા “

Sent from my iPad